Tuesday, July 6, 2010

કોણે જાણ્યું?

કરશે ઘાયલ મ્યાનમાં રહેલી તલવાર,કોણે જાણ્યું?
કરશે ઘાયલ બંધ આંખોની કિનાર, કોણે જાણ્યું?

હર વક્ત હું વિચારતો રહ્યો તારી બેદિલી વિષે,
એ બેદિલ ક્યારેક કરશે અમારો વિચાર, કોણે જાણ્યું?

તારા પ્રેમનો દરિયો સામે જ છલકાતો રહ્યો હંમેશ,
કદાચ નહિ હોય મારી તરસનો ઊપચાર, કોણે જાણ્યું?

કદીક મળી જાય છે ઝળહળતો સૂરજ ઘરમાંથી જ,
અવનિ પર ભલે ફેલયો હો અંધકાર, કોણે જાણ્યું?

આવે કદાચ હરિનું તેડું તારાથી પહેલા,
કદાચ તારા આગમનની સવાર, કોણે જાણ્યું?

થોડાક આલિંગનો ને થોડાક સ્નેહસભર ચુંબનો,
હવે એકલતાની વેદના પારાવાર, કોણે જાણ્યું?

No comments:

Contact Form

Name

Email *

Message *