તકદીરની તકલીફની વાત કેમ કહું?
એક બુંદથી પ્રપાતનો આઘાત કેમ કહું?
ભલેને પોઢેલા પણ છેવટે તો કબરમાં જ,
આવા એશો-આરામને નિરાંત કેમ કહું?
આજે પણ બચી ગયો તારી નજરોના કામણથી,
આવી તો ગઈ છે કેટલીય ઘાત, કેમ કહું?
નથી ચાહતો તું જાય, ને વળાવું છું તને,
મનમંથનનો વિષમય વલોપાત, કેમ કહું?
અંધકાર જ્યાં તારી યાદોનો અતિ ગાઢ છે,
વિરહની આ રાતને પ્રભાત કેમ કહું?
'ભલે પધાર્યા','પુનઃ આવજો' કહેવાનું ચૂક્યો,
છે મૃત્યુની વારદાત, કેમ કહું?
No comments:
Post a Comment